IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં અત્યારે જૂન મહિનો પણ શરૂ થઈ ગયો છે. સામાન્ય 15 જૂનથી રાજ્યમાં ચોમાસું બેશી જતું હોય છે. પરંતુ ચોમસા માટે થોડી રાહ જોવી પડશે. વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. રાજ્યમાં ફરીથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે.
રાજ્યમાં ફરીથી તાપમાન 41 ડિગ્રી પહોંચ્યું
હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ફરી 41 ડિગ્રી પહોંચ્યું છે. રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રી પાર
મે મહિનાના અંતમાં વરસાદ પડ્યા બાદ જૂન મહિનામાં વરસાદે વિરામ લીધો છે. જોકે, અત્યારન દિવસોમા ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40.2 ડિગ્રી પહોંચી ગયો છે. ગરમ પવન ફૂંકાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 40.2 28.8 ડીસા 39.8 28.8 ગાંધીનગર 40.0 28.2 વિદ્યાનગર 38.9 27.4 વડોદરા 38.4 29.0 સુરત 35.2 28.4 વલસાડ – – દમણ 33.8 28.6 ભૂજ 38.4 28.0 નલિયા 35.3 28.4 કંડલા પોર્ટ 35.8 28.1 કંડલા એરપોર્ટ 41.0 28.3 અમરેલી 40.5 25.6 ભાવનગર 38.1 28.4 દ્વારકા 33.4 28.7 ઓખા 35.1 29.4 પોરબંદર 35.0 27.4 રાજકોટ 40.0 25.6 વેરાવળ 33.3 28.7 દીવ 34.3 27.5 સુરેન્દ્રનગર 39.8 28.2 મહુવા 35.0 26.3 કેશોદ 36.3 26.4
આ પણ વાંચોઃ- Ahmedabad Rath Yatra 2025: અમદાવાદમાં 11 જૂને જળયાત્રા નીકળશે, જાણો રથયાત્રાનો ઈતિહાસ
આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં પડશે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વાવાઝોડા સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.





