Gujarat rain forecast : આજે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ? અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. અહીં જાણો અમદાવાદમાં આજનું હવામાન કેવું રહેશે?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. અહીં જાણો અમદાવાદમાં આજનું હવામાન કેવું રહેશે?

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરુ થયો છે. થોડા દિવસના આરામ બાદ મેઘો ફરી મહેર વરસાવી રહ્યો છે. મેઘાની મહેર વચ્ચે હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. અહીં જાણો અમદાવાદમાં આજનું હવામાન કેવું રહેશે?

Advertisment

આજે છ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતા ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં અહીં પડશે સામાન્ય વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરામાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી હતી.

આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

Advertisment

આ પણ વાંચોઃ- અમદાવાદ: બુટલેગરનો નવો કીમિયો, દારુ સંતાડવાની જગ્યા જોઇ તમે પણ ચોંકી જશો; VIDEO

અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિંવત

હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે 12 ઓગસ્ટ 2025, મંગળવારના દિવસે અમદાવાદના આકાશમાં 82 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ એકદમ નહિંવત છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અત્યારે અમદાવાદમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત