Gujarat rain forecast : ગુજરાતમાં ક્યાં રહેશે મેઘમહેર, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. અહીં વાંચો અમદાવાદમાં હવામાન આજે કેવું રહેશે?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. અહીં વાંચો અમદાવાદમાં હવામાન આજે કેવું રહેશે?

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે વરસાદમમાં પણ ચડઉતર થઈ રહી છે. જોકે, ઉત્તર ભારતના રાજ્યોમાં અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. અહીં વાંચો અમદાવાદમાં હવામાન આજે કેવું રહેશે?

Advertisment

ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 13 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદી આગાહી કરી છે.

Advertisment

અમદાવાદમાં વરસાદની શક્યતાઓ નહિંવત

હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે 13 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે અમદાવાદના આકાશમાં 93 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ એકદમ નહિંવત છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અત્યારે અમદાવાદમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ- સાતમ આઠમ પર 3 દિવસનું મિનિ વેકેશન, સોમનાથ દ્વારકાની બસ – ટ્રેન ફુલ, હોટેલ રૂમ ભાડા પણ વધ્યા

ભારતના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.આ ઉપરાંત, 13 થી 17 ઓગસ્ટ દરમિયાન મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ, રોયલ સીમા અને તેલંગાણામાં ભારેથી ખૂબ જ ભારે વરસાદનો નવો રાઉન્ડ થવાની સંભાવના છે. 14 અને 15 ઓગસ્ટે તેલંગાણામાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત