Gujarat rain forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડશે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે પણ વરસાદની શક્યતાઓ ઓછી દરશાવી છે. રાજ્યમાં ક્યાં ક્યાં નામ માત્ર વરસાદ પડી રહ્યો છે. વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે પણ વરસાદની શક્યતાઓ ઓછી દરશાવી છે. રાજ્યમાં ક્યાં ક્યાં નામ માત્ર વરસાદ પડી રહ્યો છે. વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત અને અમદાવાદનું આજનું હવામાન photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને દિલ્હી અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જોકે, ગુજરાતમાં વરસાદની સંતાકૂકડી ચાલી રહી છે. રાજ્યમાં ક્યાં ક્યાં નામ માત્ર વરસાદ પડી રહ્યો છે. વરસાદની માત્રા અને વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે પણ વરસાદની શક્યતાઓ ઓછી દરશાવી છે.

Advertisment

આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. જોકે, શુક્રવારના દિવસે ગુજરાતમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે.

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.

Advertisment

અમદાવાદમાં વરસાદ કેવો રહેશે?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે 14 ઓગસ્ટ 2025, ગુરુવારના દિવસે અમદાવાદના આકાશમાં 97 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ એકદમ નહિંવત છે.અમદાવાદમાં 0.5 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ 9 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

આ પણ વાંચોઃ- VIDEO: રેમ્પ પર ઉતરી દેશની સૌથી સુંદર મહારાણી, જુઓ શાહી સાડીમાં વડોદરાની મહારાણીનો રોયલ અંદાજ

ભારતના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ખૂબ જ ભારે વરસાદની આગાહી કરી છે.આ ઉપરાંત 17 ઓગસ્ટ સુધી મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓડિશા, છત્તીસગઢ, રોયલ સીમા અને તેલંગાણામાં ભારેથી ખૂબ જ ભારે વરસાદનો નવો રાઉન્ડ થવાની સંભાવના છે. 14 અને 15 ઓગસ્ટે તેલંગાણામાં અતિ ભારે વરસાદ પડી શકે છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત