Today's Gujarat Weather: આ દિવસથી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે, હવામાન વિભાગે શું કરી આગાહી?

Gujarat Today Weather Forecast Update: હવામાન વિભાગે સાત દિવસની વરસાદની આગાહી પણ કરી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની પણ આગાહી કરી છે.

Gujarat Today Weather Forecast Update: હવામાન વિભાગે સાત દિવસની વરસાદની આગાહી પણ કરી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની પણ આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update rain forecast

ગુજરાત, આજનું હવામાન - photo- canva

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં એક દિવસ ગરમીનો પારો ઉચકાયા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો થયો હતો. એક તબક્કે 43 ડિગ્રી ઉપર વટાવેલું તાપમાન 40 ડિગ્રી આસપાસ આવી ગયું છે. હવામાન વિભાગે સાત દિવસની વરસાદની આગાહી પણ કરી છે. જેમાં બે દિવસ બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસાદની પણ આગાહી કરી છે.

Advertisment

ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસ માટે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રનાના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે 16 જૂનથી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ40.6 29.8
ડીસા40.8 29.6
ગાંધીનગર40.6 29.0
વિદ્યાનગર39.0 29.4
વડોદરા40.4 28.8
સુરત36.5 28.6
વલસાડ
દમણ33.4 24.4
ભૂજ37.6 27.8
નલિયા35.1 28.2
કંડલા પોર્ટ36.0 28.8
કંડલા એરપોર્ટ38.6 28.5
અમરેલી36.7 27.0
ભાવનગર39.2 29.8
દ્વારકા32.6 28.8
ઓખા34.1 29.4
પોરબંદર35.2 28.2
રાજકોટ40.0 26.8
વેરાવળ32.8 28.7
દીવ31.8 28.0
સુરેન્દ્રનગર40.3 29.4
મહુવા37.4 28.9
કેશોદ34.9 28.4

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અંગે તમામે તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજ્યમાં ત્રણ ડિગ્રી જેટલી ગરમી ઘટી

હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુરુવારે 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શુક્રવારના દિવસે રાજ્યમાં ત્રણ ડિગ્રી તાપમાન ઘટીને 40.6 ડિગ્રી નજીક પહોંચ્યું હતું. રાજ્યમાં 32.6 ડિગ્રીથી લઈને 40.8 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 40.8 ડિગ્રી સાથે ડિસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત