Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં મેઘો એકવાર ફરીથી એક્ટિવ મોડમાં આવી ગયો છે. મધ્યથી દક્ષિણ ગુજરાતના મોટભાગના વિસ્તારોમાં મેઘ મહેર રહી હતી. વરસાદની માત્રા પણ ત્રણ ઈંચ સુધી થઈ હતી. વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થતાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ શેવી છે.
આજે ગુજરાતના 17 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
હવામાન વિભાગે રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.
અહીં પડશે સામાન્યથી હળવો વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમરેલી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરામાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે.
જમ્મુ-કાશ્મીર: કિશ્તવાડમાં વાદળ ફાટવાથી 38 લોકોના મોત, 100 ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાશોટી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 38 લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર લગભગ 100 લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. NDRF ટીમો ઘટનાસ્થળે બચાવ અને રાહત કાર્યમાં રોકાયેલી છે.
આ પણ વાંચોઃ- લો બોલો! સુરતમાં વર્ષ 2021 માં જે સ્કૂટર ચોરાઈ ગયું, તે વ્યક્તિને ટ્રાફિક ઉલ્લંઘન બદલ તેનું ઈ-ચલણ મળ્યું
આ દુર્ઘટના માચૈલ માતા મંદિર તરફ જવાના માર્ગ પર આવેલા છેલ્લા મોટરેબલ ગામ ચાશોટીમાં બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે બની હતી જ્યારે મોટી સંખ્યામાં લોકો માચૈલ માતા યાત્રા માટે એકઠા થયા હતા.