Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદમાં નબળો પડ્યો, આજે ક્યાં પડશે વરસાદ, અમદાવાદનું હવામાન કેવું રહેશે?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે રવિવાર માટે આગાહી કરી છે. આજે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે રવિવાર માટે આગાહી કરી છે. આજે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં થોડા દિવસથી વરસાદ નબળો પડ્યો છે. મેઘાની ગતિ ધીમી પડી છે. અત્યારે ગુજરાતમાં વરસાદ પડવાનો વિસ્તાર ઘટ્યો છે અને વરસાદની માત્રા પણ ઘટી છે. ત્યારે હવામાન વિભાગે આજે રવિવાર માટે આગાહી કરી છે. આજે ગુજરાતમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.

Advertisment

અમદાવાદનું હવામાન કેવું રહેશે?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ માહિતી પ્રમાણે આજે 3 ઓગસ્ટ 2025, રવિવારના દિવસે અમદાવાદના આકાશમાં 93 ટકા વાદળો છવાયેલા રહેશે. જ્યારે પવનની ગતિ 17 કિલો મીટર આસપાસ રહેશે. આજે 1.2 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ પ્રમાણે આજે રવિવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે. આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ સમાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ- સૂમસામ જગ્યાએ રંગલીને લઈ જવાય નહીં…વિવાદ પછી અમદાવાદમાં લાગેલા વિવાદાસ્પદ બોર્ડ હટાવાયા

Advertisment

તેમજ હવામાન વિભાગ પ્રમાણે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ આજનું રાશિફળ આજનું હવામાન અપડેટ ગુજરાત