Gujarat rain forecast : ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગ દ્વારા આજે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગ દ્વારા આજે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Weather Forecast Update Today in Gujarati

ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી - photo - IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ ધીમે ધીમે મેઘાની ગતિ વધવા લાગી છે. ગુજરાતમાં વરસાદ પડવાનો વિસ્તાર વધવા લાગ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Advertisment

ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે સોમવારના દિવસની આગાહી કરી છે. આજે 4 ઓગસ્ટ 2025 સોમવારના દિવસે સાબકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં ભારે વરસાદ પડવાનીશક્યતાઓ હવામાન વિભાગે સેવી છે.

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે અમદાવાદના આકાશમાં 66 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજે અમદાવાદમાં 0.2 એમએમ વરસાદ પડવાની શક્યાતઓ છે. જ્યારે અમદાવાદમાં પવનની ગતિ 15 કિલોમીટરની રહેશે.

આજે ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં સામાન્ય વરસાદની પડવાની શક્યતા છે.

Advertisment

આ પણ વાંચોઃ-‘કરોડરજ્જુમાં ઈજા, જડબું તૂટ્યું…’, શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે સ્પાઇસજેટના કર્મચારીઓ પર હુમલો કર્યો; VIDEO

તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત