Gujarat rain forecast : ગુજરાતમાં મેઘાની સંતાકૂકડી? રાજ્યમાં આજે ક્યાં પડશે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યાતો વ્યક્ત કરી છે. આજે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યાતો વ્યક્ત કરી છે. આજે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે?

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

રાજ્યમાં આજે ક્યાં પડશે વરસાદ - express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે મેઘરાજાની સંતાકૂકડી જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસાદ પડવાનો વિસ્તાર 100 તાલુકાની અંદર આવી ગયો છે અને વરસાદની માત્રા પણ ઘટેલી છે. ત્યારે હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યાતો વ્યક્ત કરી છે.

Advertisment

રાજ્યમાં આજે ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગે આજે 5-8-2025, મંગળવાર માટે વરસાદની આગાહી કરી છે. આજે મંગળવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી,વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે. તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, સોમનાથ, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ-HNGU Bharti 2025: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં 5977 જગ્યાઓ પર બમ્પર ભરતી, પરીક્ષા વગર મળશે નોકરીઓ

Advertisment

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાન માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 5-8-2025, મંગળવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 57 ટકા જેટલા વાદળો ઘેરાલા રહેશે. આજે 0.5 એમએમ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત