Gujarat rain forecast : ગુજરાતમાં મેઘાનો વિરામ! રાજ્યમાં પડશે છૂટો છવાયો વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : રાજ્યમાં વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો થયો છે. ધીમે ધીમે ગરમી વધી રહ્યો છે. હવામાન વિભાગે આજે બુધવારના દિવસે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : રાજ્યમાં વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો થયો છે. ધીમે ધીમે ગરમી વધી રહ્યો છે. હવામાન વિભાગે આજે બુધવારના દિવસે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update rain forecast

ગુજરાત, આજનું હવામાન - photo- canva

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે મેઘરાજા આરામ મોડ ઉપર આવી ગયા છે. રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસાદ અડધા ઈંચ કરતા પણ ઓછો થયો છે. ધીમે ધીમે ગરમી વધી રહ્યો છે. હવામાન વિભાગે આજે બુધવારના દિવસે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 6 ઓગસ્ટ 2025, બુધવારના દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો વરસાદ પડશે.

હવામાન વિભાગે આજે બુધવારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- ઉદયપુરની એક હોટલમાં રેવ પાર્ટીનો પર્દાફાશ, 40 યુવક અને 11 યુવતીઓની ધરપકડ, ગુજરાતથી બસમાં પહોંચ્યા લોકો

અમદાવાદમાં નહિંવત વરસાદની શક્યતા

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 6 ઓગસ્ટ 2025, બુધવારના દિવસે અમદાવાદમાં આકાશમાં 24 ટકા વાદળો ઘેરાયેલા રહેશ. જ્યારે અમદાવાદમાં આજે એકદમ નહિંવત વરસાદ પડવાની શક્યતા છે. પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત