IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર આગામ પહેલા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો હતો. ગુજરાતમાં ગરમીનો પારો ફરી 40 ડિગ્રી વટાવી ગયો છે. બીજી તરફ હવામાન વિભાગ ફરી વરસાદની આગાહી કરી છે.
41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર
ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે ગરમી વધી છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે 33.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં તાપમાન વધીને 40 ડિગ્રી પાર
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમી વધવાની સાથે અમદાવાદ શહેરમાં પણ તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાને 40 ડિગ્રીની સપાટી વધીને 41 ડિગ્રી પહોંચ્યું છે. ગાંધીનગરમાં 39.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 40.6 28.7 ડીસા 40.4 28.8 ગાંધીનગર 39.8 28.7 વિદ્યાનગર 37.7 27.6 વડોદરા 38.0 28.4 સુરત 36.1 28.5 વલસાડ – – દમણ 34.0 26.0 ભૂજ 39.6 26.8 નલિયા 35.2 27.1 કંડલા પોર્ટ 38.2 28.0 કંડલા એરપોર્ટ 41.0 27.9 અમરેલી 40.3 26.4 ભાવનગર 37.5 29.1 દ્વારકા 33.4 28.8 ઓખા 36.0 29.2 પોરબંદર 35.6 26.9 રાજકોટ 41.0 26.2 વેરાવળ 33.6 28.9 દીવ 34.3 27.4 સુરેન્દ્રનગર 40.5 28.4 મહુવા 35.4 26.6 કેશોદ 37.8 27.3
આ પણ વાંચોઃ- શિક્ષણ સહાયક ભરતી અંગે મહત્વની જાહેરાત, ઉમેદવારોએ 9 જૂન પહેલા કરવું પડશે આ કામ
ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ?
હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. IMD પ્રમાણે આજે શનિવારે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત સરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભવનગર, ગીર સોમનાથ,બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.





