Gujarat rain forecast : ગુજરાતમાં મેઘરાજા સાયલન્ટ મોડમાં, આજે ક્યાં કેટલો વરસાદ પડશે? અમદાવાદમાં કેવું રહેશે હવામાન

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદના નરમ માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદના નરમ માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

ગુજરાતમાં છૂટોછવાયા વરસાદની આગાહી - Photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ એકદમ આરામ મોડ ઉપર આવી ગયો છે. હવે તો ગાયબ થવાના આરે આવ્યો છે. હવે વરસાદ 10 તાલુકાની અંદર આવી ગયો છે. વરસાદની માત્ર અડધા ઈંચ કરતા પણ અંદર આવી ગયો છે. વરસાદના નરમ માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા સેવી છે.

Advertisment

ગુજરાતમાં અહીં પડશે હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 8 ઓગસ્ટ 2025, શુક્રવારના દિવસે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવો વરસાદ પડશે.

આ ઉપરાંત અમદાવાદા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટા, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે.

Advertisment

આ પણ વાંચોઃ- હેબિયસ કોર્પસ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં જ છોકરીનું મોત; પિતા-કાકાની ધરપકડ

શુક્રવારે અમદાવાદમાં વરસાદની શક્યતા નહિંવત

હવામાનની માહિતી આપતી વેબસાઈટ આજે અમદાવાદના આકાશમાં 85 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. વરસાદની શક્યતાઓ સાવ નહિંવત છે. આ ઉપરાત શહેરમાં પવનની ગતિ 13 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અત્યારે અમદાવાદમાં ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત