Today's Gujarat Weather| આજનું હવામાન : ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, આજે અહીં ભારે વરસાદની આગાહી

Gujarat Today Weather Forecast Update: ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમી અને સાંજ પડે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

Gujarat Today Weather Forecast Update: ગુજરાતમાં દિવસ દરમિયાન ગરમી અને સાંજ પડે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update rain forecast

ગુજરાત, આજનું હવામાન - photo- canva

IMD Gujarat Weather Forecast update Today, આજનું હવામાન : ગુજરાતમં અત્યારે ઉનાળો અને ચોમાસા જેવો બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન ગરમી અને સાંજ પડે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ ઉપરાંત આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

તેમજ હવામાન વિભાગે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા,છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં મહત્તમ તાપમાન ફરી 41 ડિગ્રી પાર થયું

ગુજરાતમાં ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચેના સમયમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. અત્યારે ગરમી અને સાંજ પડે ઠંડા પવનો ફૂંકાય છે. હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીમાં વધારો થયો છે. રાજ્યમાં 32.5 ડિગ્રીથી લઈને 41.1 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. જેમાં 41.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વારકામાં 32.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

Advertisment

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ37.5 25.7
ડીસા36.0 25.8
ગાંધીનગર37.2 26.4
વિદ્યાનગર35.8 25.6
વડોદરા35.8 26.4
સુરત33.1 24.3
વલસાડ
દમણ33.4 24.6
ભૂજ37.9 27.6
નલિયા36.0 26.2
કંડલા પોર્ટ37.0 28.5
કંડલા એરપોર્ટ39.2 28.2
અમરેલી38.7 25.0
ભાવનગર36.8 27.6
દ્વારકા32.5 29.1
ઓખા34.3 29.2
પોરબંદર35.0 28.3
રાજકોટ41.1 26.4
વેરાવળ33.9 28.5
દીવ34.0 27.5
સુરેન્દ્રનગર38.8 25.4
મહુવા34.0 26.9
કેશોદ36.0 26.8

આ પણ વાંચોઃ- અમદાવાદ: ઓપરેશન બાદ વ્યક્તિએ આંખ ગુમાવી! પીડિતે કહ્યું- આંખ ગુમાવ્યા બાદ પત્ની છોડી ગઈ, પોલીસ FIR લેતી નથી

અમદાવાદમાં ગરમીમાં સામાન્ય ઘટાડો

રાજ્યમાં એક તરફ ગરમી તો બીજી તરફ વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. બુધવારના દિવસે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં પણ 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત