Gujarat rain forecast : ગુજરાતમાં 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત અને અમદાવાદનું આજનું હવામાન photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ છેલ્લા કેટલાક દિવસોથી મેઘાની રમઝટ ચાલી રહી છે. ગુજરાતમાં મોટભાગના વિસ્તારોમાં મેઘ રાજાની મેહર થઈ રહી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓ અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગે આજે શનિવારના દિવસ માટે ભારે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે અરવલ્લી, દાહોદ, મહિસાગર, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લાઓમાં પડશે ભાર વરસાદ

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, જામનગર, મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.

આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ- પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, 1,400 કરોડ રુપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ

અમદાવાદમાં કેવો રહેશે વરસાદ

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 23-8-2025, શનિવારના દિવસે અમદાવાદનું આકાશ 100 ટકા વાદળોથી ઘેરાયેલું રહેશે. આજે 14.9 એમએમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત