Gujarat rain forecast : ગુજરાતમાં આજથી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 9 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain red alert

ગુજરાત વરસાદ રેડ એલર્ટ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં વરસાદની માહોલ વચ્ચે મેઘાની ધમાકેદાર બેટિંગ થઈ રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સરજાઈ હતી. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Advertisment

ત્રણ દિવસ વરસાદનું રેડ એલર્ટ

હવામાન વિભાગમાં આજે 20 ઓગસ્ટથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

rain, વરસાદ
ગુજરાત વરસાદ (પ્રતિકાત્મક તસવીર)

કયા દિવસે ક્યાં રેડ એલર્ટ

  • 20-8-2025 - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ
  • 21-8-2025 - સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગર
  • 22-8-2025 - જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને કચ્છ

આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

આ પણ વાંચોઃ- Navratri 2025: આ વર્ષે અમદાવાદમાં પણ યોજાશે “માવડીનાં ગરબા”, જાણો તમામ માહિતી

આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત