Gujarat rain forecast : આજે ગુજરાતના છ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: શિયાળાના આગમાનની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે શુક્રવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના 5 અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: શિયાળાના આગમાનની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે શુક્રવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના 5 અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત અને અમદાવાદનું આજનું હવામાન photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં નવરાત્રી પુરી થઈ ગઈ છે અને હવે થોડા દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવશે. તો પણ હજી સુધી ગુજરાતમાંથી વરસાદ વિદાય લેવાનું નામ નથી લઈ રહ્યો છે. શિયાળાના આગમાનની રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગે શુક્રવારના દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના 5 અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

વરસાદની વિદાય વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના છ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આઈએમડી પ્રમાણે આજે શુક્રવારે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા તેમજ કચ્છમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં ક્યાં પડશે છૂટછવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે 3 ઓગસ્ટ 2025, શુક્રવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અદાવાદ, આણંદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.

આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ હળવો વરસાદ રહેશે.

Advertisment

આ પણ વાંચોઃ- ગાંધીજીની સામાન્ય મોહનદાસમાંથી ‘મહાત્મા’ બનવાની સફર, એક પ્રસંગ શીખવશે જિંદગીના ત્રણ પાઠ; જુઓ વીડિયો

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 3 ઓક્ટોબર 2025, શુક્રવારના દિવસે અમદાવાદના આકાશમાં 81 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતાઓ નહિંવત રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં 11 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત