Gujarat rain forecast : આજે ગુજરાતમાં કેવું રહેશે હવામાન? IMD એ શું કરી આગાહી?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાંથી હજી પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. અત્યારે રાજ્યમાં ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ પડે છે. અને આજે રવિવારે પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાંથી હજી પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. અત્યારે રાજ્યમાં ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ પડે છે. અને આજે રવિવારે પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

author-image
Ankit Patel
New Update
today weather imd forecast in gujarat

ગુજરાત આજનું હવામાન આગાહી - Photo by IEGujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં નવરાત્રી પુરી થઈ ગઈ અને હવે આગામી થોડા દિવસોમાં દિવાળીના તહેવારો પણ આવી જશે. જોકે, આ દિવસોમાં શિયાળાની શરુઆત થઈ જાય છે. જોકે, ગુજરાતમાંથી હજી પણ વરસાદ વિદાય લેવાનું નામ નથી લેતો. અત્યારે રાજ્યમાં ક્યાં ક્યાં છૂટો છવાયો વરસાદ પડે છે. અને આજે રવિવારે પણ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Advertisment

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

શિયાળા પહેલા હવામાન વિભાગે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં એકદમ સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, દાહોદ, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

Advertisment

આ પણ વાંચોઃ-Cyclone Shakti : અરબ સાગરમાં ‘શક્તિ’ વાવાઝોડું તીવ્ર બન્યું, જાણો ગુજરાતમાં કેવી થશે અસર

ગુજરાતમાં ચાર દિવસ બાદ પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આગામી ચાર દિવસ બાદ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 8 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત