Gujarat monsoon rain updates : ગુજરાતમાં સોમવાર સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું હતું. જોકે, બપોર બાદ રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. સોમવારે સાંજે સારો એવો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે લોકોને અસહ્ય બફારામાંથી રાહત મળી હતી. બીજી તરફ હવામાન વિભાગે પણ આજે મંગળવારે દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્રના બે જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
ગુજરાતના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે આજે મંગળવાર માટે રાજ્યના 8 જિલ્લાઓ માટે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિ ભારે વરાસદની આગાહી સાથે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ડાંગ, ભરૂચ, તાપી તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ આ વિસ્તારમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.
તેમજ હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર ઉપરાંત જામનગર, પોરબંદર, ભાવનગર, મોબરી, દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.
આ પણ વાંચોઃ- અમદાવાદ પ્લેન ક્રેશ : DNA Test થી કેવી રીતે થાય છે લાશની ઓળખ, જાણો આખી પ્રોસેસ
રાજ્યમાં ગરમી ઘટીને 38 ડિગ્રી નોંધાઈ
ગુજરાતમાં સોમવારે સવારથી વરસાદી માહોલ રહેતા અને બપોર બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના પગલે ગરમીમાં પણ ઘટાડો નોંધાયો હતો રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઘટીને 38 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. રાજ્યમાં 31.6 ડિગ્રીથી લઈને 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.38.2 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.