Today Gujarat Weather : આજે ગુજરાતના 15 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે અમદવાદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે અમદવાદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત અને અમદાવાદનું આજનું હવામાન photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update : ગુજરાતમાં ચોમાસું આગળ ધપી રહ્યું છે સાથે સાથે વરસાદ પણ વત્તાઓછા પ્રમાણમાં પડી રહ્યો છે. બે દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા ફરી નરમ પડ્યા છે. મંગળવારે દિવસ દરમિયાન 60 જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે બુધવાર માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે અમદવાદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Advertisment

આજે અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વેબસાઈટ પ્રમાણે આજે આકાશમાં 60થી 86 ટકા વાદળો રહેશે. પવનની ગતિ 13થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે વાવાઝોડાની 6 થી 12 ટકા શક્યતાઓ રહેલી છે. આજે અમદાવાદમાં 0.6 mm વરસાદ પડવાની શક્યતા છે.

Gujarat Weather Forecast, Gujarat Monsoon2025
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ધીમી પડેલું ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે. (તસવીર: સોશિયલ મીડિયા)

આ 15 જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ શેવી છે. હવામાન વિભાગ પ્રમાણે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.

Advertisment

આજે અહીં હળવાથી મધ્યમ વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ખેડા, અમદાવાદ, ગાંધીનગરઆણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને વોડદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે.

આ પણ વાંચોઃ-સુરત એરપોર્ટ દાણચોરો માટે ‘હોટસ્પોટ’ બન્યું, બે મુસાફરો પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત

આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત