/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Today-Latest-Gujarat-News-26th-June-2024.jpg)
ગુજરાતના આજના લેટેસ્ટ સમાચાર, 26-06-2024
Today Gujarat Latest News, 26-06-2024 : ગુજરાતના આજના લેટેસ્ટ સમાચારોની વાત કરીએ તો, રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે, હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે પણ વહેલી સવારથી મેઘરાજા મેઘ મહેર કરવાના મૂડમાં જ જોવા મળી રહ્યા છે. ગીર સોમનાથના કોડીનાર, સુરતના ઉમરપાડા, જૂનાગઢના માંગરોળ સહિતના વિસ્તારમાં ધમાકેદાર વરસાદ વરસી રહ્યો છે. તો ભારે થી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સજ્જ છે, એનડીઆરએફની ટીમો સહિત જળાશયોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. આ બાજુ વલસાડના વાપીમાં ટીખળખોરોએ ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો, તો ભરૂચના જંબુસર વિસ્તારમાં બકરા ચોર ત્રાટકી હતી. તો નવસારી જિલ્લામાં પોલીસથી બચવાનો પ્રયાસ કરતાં યુવક ગાડી સાથે તળાવમાં ખાબકતા મોત મળ્યું.
સૌપ્રથમ વરસાદની વાત કરીએ તો, વહેલી સવારથી જ મેઘરાજા દક્ષિણ ગુજરાતમાં સુરત, અને તાપીમાં બેટિંગ કરી રહ્યા છે, તો સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લાથી વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. આ બાજુ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના બે શહેરમાં તો મધ્ય ગુજરાતમાં દાહોદમાં વરસાદ પડ્યો હોવાની માહિતી મળી છે.
સવારથી ક્યાં કેવો વરસાદ નોંધાયો
સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં ક્યાં કેવો વરસાદ પડ્યો તેની વાત કરીએ તો, જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં 78 મીમી, તો જુનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ શહેરમાં 71 મીમી વરસાદ નોંધાયો છે. તો મોરબીના ટંકારામાં 69 મીમી, રાજકોટના ગોંડલમાં 67 મીમી, બનાસકાંઠાના દાંતામાં 58 મીમી, રાજકોટના જેતપુરમાં 49 મીમી વરસાદ નોંધાયો છે. આ સિવાય સૂત્રાપાડા, કાલાવડ અને મેંદરડામાં 40 થી 50 મીમી ની વચ્ચે વરસાદ નોંધાયો છે. તો પાટણ-વેરાવળ, ઈડર માં 30 થી 40 મીમીની વચ્ચે વરસાદ પડ્યો છે. તો મોરવા-હડફ, ઉમરપાડા, માંગરોળ, દિયોદર, વંથલી, માલિયા હાટિના અને તલાલામાં 20 થી 30 મીમીની વચ્ચે વરસાદ નોંધાયો છે. આ બાજુ, કેશોદ, લાલપુર, માણાવદર, ધોરાજી, પોશિના, ઉપલેટા, સાંતલપુર, જામજોધપુર, રાજકોટ, કુકાવાવ વાડિયા, જામકંડોરણા અને નવસારીમાં 10 થી 20 મીમી ની વચ્ચે વરસાદ પડ્યો છે. તો મહુવા, સુરત શહેર, સંખેડા, ડભોઈ, સુબિર, ખેરગામ, ધરમપુર, રાધનપુર, તિલકવાડા, જલાલપોર, ભાણવડ, રાજુલા, કરજણ, માળિયા, નેત્રંગ અને કામરેજમાં 1 મીમી થી 10 મીમી વચ્ચેનો વરસાદ નોંધાયો છે.
વલસાડના વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ
વલસાડના વાપીમાં એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી ગઈ છે. અજાણ્યા ટીખળખોરોએ વાપીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તંત્રની તકેદારીના પગલે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મળતી માહિતી અનુસાર, વાપી સ્ટેશનની નજીક અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર સિમેન્ટના પોલ મુકી દીધા હતા. જોકે રેલવે તંત્રને ખબર પડતા ટીમ પહોંચી ગઈ હતી અને સિમેન્ટના પોલ હટાવવામાં આવ્યા હતા. આ ઘટના મોડી રાત્રે સર્જાઈ હોવાની માહિતી મળી રહી છે. સદ નશિબે કોઈ ટ્રેન પસાર થાય તે પહેલા તંત્રને જાણ થતા મોટી દુર્ઘટના ટળી છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ વલસાડ નજીક આવી રીતે ટ્રેક પર અવરોધની ઘટના સામે આવી ચુકી છે.
ભારે વરસાદની આગાહીને લઈ તંત્ર સજ્જ, બે જળાશય હાઇ એલર્ટ પર, તો એક જળાશય વોર્નિંગ પર
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Gujarat-SEOC.jpg)
રાજ્યમાં હવામાન વિભાગની ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં રાહત કમિશ્નરની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈ માહિતી આપવામાં આવી હતી. તો ભારે વરસાદની આગાહીને પગલે તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં એન.ડી.આર.એફ.ના અધિકારીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા કુલ 7 ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે તથા 8 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. સાથે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ એસ.ડી.આર.એફ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ સિવાય રાજ્યના 206 જળાશયો પૈકી 02 જળાશયો વાંસલ (સુરેન્દ્રનગર) અને ધોળીધજા ડેમ (સુરેન્દ્રનગર) હાઇએલર્ટ પર અને 01 જળાશય મચ્છુ-૩ (મોરબી) વોર્નિંગ પર હોવાનું તેમણે જણાવ્યું હતુ. ઉપરાંત SSNNL વિભાગના અધિકારીશ્રી દ્વારા સરદાર સરોવર સ્ટોરેજ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
ભરૂચના જંબુસરમાં બકરા ચોર ગેંગ ત્રાટકી
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Bakra-Chor-Jambusar-Bharuch.jpg)
ભરૂચના જંબુસરમાં બકરા ચોરીની ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા છે. જેમાં જંબુસરના કાવી ગામમાં બકરા ચોર ગેંગ ત્રાટકી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જંબુસરના કાવી ગામમાં મુખ્ય પ્રવેશ દ્વાર થી મોટી મસ્જિદ વિસ્તારમાં બકરા ચોર ગેંગ ત્રાટકી હતી. સીસીટીવીમાં દેખાતા દ્રશ્ય અનુસાર, ચોરો બકરા પર કપડુ નાખી તેને ઉપાડી સફેદ વાહનમાં ભરીને લઈ જાય છે.
ગાંધીનગર: મંજૂરી વગર એલોપેથીક દવા બનાવતી કંપની પર દરોડો, 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Duplicate-.jpg)
ગાંધીનગરમાં મંજૂરી વગર એલોપેથી બનાવતી કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર GIDC ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો, અને સ્થળ પર માલિક ની હાજરી માં વિવિધ શંકાસ્પદ APIના 5 નમુના લઇ ચકાસણી માટે મોકલી અપાયા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે કે, સ્થળ પરથી ઉત્પાદનના ટેસ્ટીંગ માટે વપરાતા સાધનો જેવા કે, ટેબલેટ ડીસઇન્ટીટ્રીગ્રેશન ટેસ્ટ એપરેટ્સ, ફ્રાયેબીલીટી ટેસ્ટ એપરેટ્સ, PH મીટર, ઇલેક્ટ્રોનીક વઇંગ બેલેન્સર વગેરે તપાસ અધીકારીઓએ પકડી પાડેલ અને નિયત ફોર્મ હેઠળ કાયદેસરની કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. વધુમાં કહ્યું છે કે, 4 કરોડથી વધુના API, મશીનરી, પેકીંગ મટીરીયલ કબ્જે કર્યું છે, સાથે 43 લાખથી વધુની કિંમતનો બનાવટી દવાઓ સહીતનો મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરી કંપનીના ભાવીનભાઇ ગોરધનભાઇ પટેલ સામેકાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત સરકારે દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈવે પર 40,000 વૃક્ષ રોપા વાવવા એમઓયુ કર્યા
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/Tree-Plant-dwarka-somnath-highway.jpg)
ગુજરાત સરકારે દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈવે પર પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ પર 40,000 રોપાઓ વાવવા માટે સ્વૈચ્છિક સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. મંત્રી હૃષિકેશ પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, ખાનગી જૂથ રાજ્યભરમાં લગભગ 40,000 રોપાઓ વાવવાની યોજના ધરાવે છે. રાજ્ય સરકારની ગ્રીન ફોરેસ્ટ પાથ યોજનાની પહેલ હેઠળ, કોસ્ટલ હાઈવેની બંને બાજુ 10 મીટરના અંતરે એક-એક છોડ (છ થી આઠ ફૂટ) વાવવામાં આવશે. પટેલે જણાવ્યું હતું કે એમઓયુ મુજબ, પ્રત્યેક રોપાની કિંમત રૂ. 3,000 થશે - જેમાં ત્રણ વર્ષ સુધી તેની સંભાળ અને જાળવણીનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં 5,650 મેગાવોટ થર્મલ પાવર ક્ષમતા ઉમેરવા GMDC અને GUVNL એ સાથે એમઓયુ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/06/5650-MW-thermal-power-MoU-1.jpg)
વીજળીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે, ગુજરાત સરકાર હસ્તકની બે કંપનીઓ - ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GUVNL) એ મંગળવારે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા હતા, જેના હેઠળ GMDC બેમાંથી ઉત્પાદિત કોલસાનું ઉત્પાદન કરશે. ઓડિશાની ખાણો અને ગુજરાતમાં લિગ્નાઈટ ખાણો રાજ્યની ઉર્જાની માંગને પૂરી કરશે. ગયા માર્ચમાં, GMDC એ તેની પ્રથમ ખાણો ગુજરાતની બહાર ઓડિશાના અંગુલ અને સુંદરગઢ જિલ્લામાં ખરીદી હતી, જ્યાં ખાણોની અંદર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર રૂપવંત સિંઘે જણાવ્યું હતું કે કુલ 5.6 ગીગાવોટ વીજ ઉત્પાદનની અપેક્ષા છે. GMDC આગામી નાણાકીય વર્ષમાં ઓડિશામાં તેના કોલ બ્લોક્સનો શિલાન્યાસ કરવાની તૈયારી કરી રહ્યું છે, તે દરમિયાન રાજ્ય PSUએ GUVNL સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. GUVNL જથ્થાબંધ વીજળી ખરીદે છે અને વેચે છે. આનાથી ગુજરાત માટે 4,400 મેગાવોટની થર્મલ પાવર ક્ષમતા સુનિશ્ચિત થશે.
નવસારી દારૂની હેરાફેરીનો મામલો : પોલીસથી બચવાનો પ્રયાસ કરતા યુવક તળાવમાં છૂપાયો, મળ્યું મોત
વલસાડ જિલ્લાની ડુંગરી પોલીસે જણાવ્યું હતું કે, તેને સોમવારે રાત્રે ટાટા સફારી કારમાં બે યુવકો દમણથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL)ના કન્સાઈનમેન્ટ સાથે મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. “અમે બીલીમોરા નજીકના બલવાડા ગામમાં બેરિકેડ લગાવ્યા છે. પરંતુ કાર બેરિકેડ તોડીને ભાગી ગઈ… ડુંગરી પોલીસની એક ટીમે તેનો પીછો કર્યો, જે પાછળથી નવસારી જિલ્લા પોલીસ વિસ્તારમાં પ્રવેશી.” અધિકારીએ કહ્યું, “જ્યારે ટીમે કારનો પીછો કર્યો, ત્યારે બીલીમોરા પોલીસને પણ તેની માહિતી મળી, આ પછી, બીલીમોરા પોલીસે પણ કારનો પીછો શરૂ કર્યો, કાર એક થાંભલા સાથે અથડાતાં જ ડ્રાઈવર અને તેનો સાથી તેને છોડીને ચાલ્યા ગયા. આ પછી આરોપીઓમાંથી એક નજીકના ધકવારા ગામમાં ભાગી ગયો, જ્યારે બીજો ગામના તળાવમાં છુપાઈ ગયો. બાદમાં ધકવાડાના રહેવાસીએ તળાવમાં એક મૃતદેહ જોયો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મૃતકની ઓળખ બદ્રીનાથ માયાવંશી (23) તરીકે થઈ હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us