Today Weather Updates : ગુજરાતમાં કોલ્ડવેવથી લોકો ઠુંઠવાયા, રાજ્યમાં કેટલી ઠંડી નોંધાઈ, ઉત્તર ભારતમાં કેવી છે સ્થિતિ?

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર 20 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન પહોંચી ગયું છે. નલિયા 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર 20 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન પહોંચી ગયું છે. નલિયા 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Winter | havaman | IMD

ગુજરાતમાં શિયાળો - Photo - ANI

Gujarat Winter, Today weather latest updates, IMD forecast : ગુજરાતમાં શિયાળો પોતાની ચરમસીમા પર પહોંચી ગયો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડી રહી છે. અમદાવાદમાં ઠંડીનો પારો દરરોજ ગગડી રહ્યો છે. અમદાવાદમાં 14 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન પહોંચી ગયું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મોટાભાગના સ્થળો પર 20 ડિગ્રીથી નીચે લઘુત્તમ તાપમાન પહોંચી ગયું છે. નલિયા 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 19.8 ડિગ્રી સાથે ઓખા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યમાં ઠંડા પવનો ફૂકાતા લોકો ઠુંઠવાયા હતા.

Advertisment

10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં નલિયાના લોકો ઠુંઠવાયા

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે 10.5 ડિગ્રીથી લઈને 19.8 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંઘાયું હતું. આમ રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં 14.00 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઓખામાં 19.8 ડિગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઉંચુ લઘુત્તમ તાપમાન રહ્યું હતું.

રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ25.714.0
ડીસા26.711.4
ગાંધીનગર24.012.2
વલ્લભ વિદ્યાનગર-14.3
વડોદરા26.615.2
સુરત29.818.4
વલસાડ31.215.0
દમણ29.019.6
ભુજ26.612.8
નલિયા26.810.5
કંડલા પોર્ટ28.115.4
કંડલા એરપોર્ટ27.511.4
ભાવનગર25.217.0
દ્વારકા27.415.6
ઓખા25.719.8
પોરબંદર29.615.3
રાજકોટ27.612.3
વેરાવળ30.616.3
દીવ29.613.6
સુરેન્દ્રનગર27.813.0
મહુવા28.615.9

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં અત્યંત ઠંડી છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે 8 અને 9 જાન્યુઆરીએ ઉત્તર, મધ્ય ભારત અને દિલ્હી-NCRમાં વરસાદની ચેતવણી જારી કરી છે.

Advertisment

આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે

જો આ વિસ્તારોમાં વરસાદ થશે તો ઠંડીમાં વધુ વધારો થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 8 અને 9 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલયના વિસ્તારો પ્રભાવિત થશે. જેના કારણે દિલ્હી અને ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરી છે.

યુપીમાં તોફાન અને વરસાદને લઈને એલર્ટ

સાથે જ ઉત્તર પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતમાં ગાઢ ધુમ્મસ રહેશે અને ઠંડી પણ વધી શકે છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મહાપાત્રાએ કહ્યું કે આગામી બે દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થઈ શકે છે અને કેટલાક ભાગોમાં શીત લહેર વધી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ જ્યારે મહત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના ઘણા ભાગોમાં તાપમાન 5 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં 8 થી 9 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે જ્યારે મહારાષ્ટ્રમાં 7 થી 9 જાન્યુઆરી દરમિયાન વરસાદ પડી શકે છે.

શાળાની રજાઓ લંબાવી

ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં ઠંડીના કારણે શાળાઓમાં રજાઓ લંબાવવામાં આવી છે. આઠમા ધોરણ સુધીના બાળકો માટે રજાઓ લંબાવવામાં આવી છે. નોઈડામાં પણ રજાઓ 13 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. ગૌતમ બુદ્ધ નગરની તમામ શાળાઓ 15 જાન્યુઆરીએ ખુલશે. જિલ્લા વહીવટીતંત્રનો આદેશ CBSE, ICSE સહિત તમામ માન્ય શાળાઓને લાગુ પડશે.

વેધર ન્યૂઝ શિયાળો આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ