Today Weather Updates : ધુમ્મસ અંગે આજે યલો એલર્ટ, નલિયા બન્યું ઠંડુગાર,ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

Gujarat Weather updates, IMD winter forecast : હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

Gujarat Weather updates, IMD winter forecast : હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Weather news | Gujarat winter | IMD forecast | cold wave

ઉત્તર ભારતમાં શીત લહેર photo - ANI

Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાત સહિત દેશમાં ઠંડી વધી રહી છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી જામતી જાય છે. ત્યારે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ભારતની વાત કરીએ તો હજી વધારે ઠંડી પડશે. ગુજરાતમાં સોમવારે ઠંડીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. રવિવારે 11.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું હતું.

Advertisment

અમદાવાદમાં 16.4 ડિગ્રી, નલિયામાં સૌથી વધુ ઠંડી પડી

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે રવિવારે અમદાવાદમાં 16.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 11.4 ડિગ્રી નોંધાતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 20.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં 11.4 ડિગ્રીથી લઈને 20.2 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

રવિવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ29.016.4
ડીસા28.014.4
ગાંધીનગર28.413.8
વલ્લભ વિદ્યાનગર28.518.5
વડોદરા30.617.4
સુરત31.819.6
વલસાડ32.020.0
દમણ29.618.2
ભુજ28.313.2
નલિયા27.011.4
કંડલા પોર્ટ30.516.1
કંડલા એરપોર્ટ27.313.4
ભાવનગર29.018.0
દ્વારકા28.416.9
ઓખા27.620.2
પોરબંદર30.916.0
રાજકોટ30.314.2
વેરાવળ30.819.9
દીવ30.318.7
સુરેન્દ્રનગર29.015.0
મહુવા31.216.5

આજે અંગે યલો એલર્ટ

હવામાન વિભાગે નવા વર્ષના પ્રથમ દિવસે ધુમ્મસને લઈને 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. IMDએ આગામી ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા અને ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં ગાઢથી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ અને હરિયાણા છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસના પ્રકોપનો સામનો કરી રહ્યા છે.

Advertisment

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા આઈએમડી ચંદીગઢના વૈજ્ઞાનિક શવિન્દર સિંહે કહ્યું કે પંજાબ અને હરિયાણામાં આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં, પરંતુ મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ગાઢ ધુમ્મસ સિવાય લોકોને દિવસના સમયે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.

વેધર ન્યૂઝ શિયાળો ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ આજનું હવામાન અપડેટ ગુજરાત