Gujarat rain forecast : આજે દશેરાના દિવસે હવામાન વિભાગે 7 જિલ્લાઓમાં ભારે વરસાદની કરી આગાહી

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ચોમાસું ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે ગુરુવારે દશેરાના દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ચોમાસું ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે ગુરુવારે દશેરાના દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
New Update
Gujarat heavy rain alert

ગુજરાત ભારે વરસાદ એલર્ટ - photo- unsplash

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં જોત જોતામાં નવરાત્રી પુરી થઈ ગઈ છે. નવરાત્રીના છેલ્લા દિવસોમાં વરસાદથી ખલેલ પહોંચી હતી. જોકે, એકંદરે નવરાત્રી જોરદાર રહી છે. હજી પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું ગુજરાતમાંથી જવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે ગુરુવારે દશેરાના દિવસ માટે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

કચ્છ અને સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે દશેરાના દિવસ માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

ગુજરાતમાં ક્યાં પડશે છૂટછવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે ગુરુવારના દિવસે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અદાવાદ, આણંદ અને મહિસાગરમાં છૂટો છવાયો વરસાદ પડશે.

આ ઉપરાંત ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ હળવો વરસાદ રહેશે.

Advertisment

આ પણ વાંચોઃ- ગાંધીનગરમાં 32 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલની હત્યા મામલે પ્રેમીની ધરપકડ

આજે અમદાવાદનું કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 2 ઓક્ટોબર 2025, ગુરુવારના દિવસે અમદાવાદના આકાશમાં 72 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. આજે અમદાવાદમાં 1.8 એમએમ વરસાદ પડવાની શક્યતાઓ રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત