Weather forecast : રાજ્યમાં 17 જુલાઈ પછી વરસાદનું જોર વધશે, 109 તાલુકાઓમાં વરસાદ, જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ ખાબક્યો

Gujarat monsoon rainfall data, heavy rain forecast : વરસાદના આંકડાની આ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 5.5 ઇંચ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના પલસાણામં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Written by Ankit Patel
July 15, 2023 13:02 IST
Weather forecast : રાજ્યમાં 17 જુલાઈ પછી વરસાદનું જોર વધશે, 109 તાલુકાઓમાં વરસાદ, જૂનાગઢના કેશોદમાં 5.5 ઇંચ ખાબક્યો
ગુજરાતમાં વરસાદની આગાહી

Gujarat Monsoon, weather forecast, rainfal updates : ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે ત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડની શક્યાતાઓ વચ્ચે હવામાન વિભાગે 17 જુલાઈથી વરસાદનું જોર વધવાની આગાહી કરી છે. બીજી તરફ વરસાદના આંકડાની આ વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 5.5 ઇંચ ખાબક્યો હતો. આ ઉપરાંત સુરતના પલસાણામં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

છેલ્લા 24 કલાકમાં 109 તાલુકાઓમાં વરસાદ, કેશોદમાં 5.5 ઇંચ ખાબક્યો

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ ચાલું થયો છે. ત્યારે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. મળતા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 33 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં 5.5 ઇંચ ખાબક્યો હતો.

આ ઉપરાંત સુરતના પલસાણામં 4.5 ઇંચ વરસાદ, વાપી, માણાવદરમાં 3.5 ઇંચ વરસાદ, ગણદેવી, વિસાવદરમાં 3 ઇંચ, સુરત શહેરમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો હતો. આમ 18 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. રાજ્યના 40 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

17મી જુલાઈથી વરસાદનું જોર વધશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં વરસાદની સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. ચોમાસાનો ત્રીજો રાઉન્ડ શરુ થવાની શક્યતાઓ રાજ્યમાં 17મી જુલાઈથી વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ પહેલા છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, જેમાં અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય તથા ઉત્તર ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. દક્ષિણ મધ્ય ઉત્તરપ્રદેશ પર બનેલી સિસ્ટમની અસર ગુજરાત પર થવાથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ