Today Weather : ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રી નજીક પહોંચ્યો, રાજકોટ-સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાતમાં ગરમીએ માજા મુકી દીધી છે. ગરમીનો પારો 41ને વટાવી ગયો છે ત્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ ગરમી તીવ્ર બની છે.

Weather Forecast Update Today in Gujarati, આજનું હવામાન: ગુજરાતમાં ગરમીએ માજા મુકી દીધી છે. ગરમીનો પારો 41ને વટાવી ગયો છે ત્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ ગરમી તીવ્ર બની છે.

author-image
Ankit Patel
New Update
Gujarat summer update | Gujarat heat wave | Summer Warning | Gujarat weather updates |

ગુજરાતમાં ઉનાળા માટે હવામાન વિભાગની ચેતવણી - Express photo

Today Weather, Aaj Nu Havaman, આજનું હવામાન : દેશભરમાં હવામાન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. ઉનાળાએ ગુજરાત સહિત દેશમાં દસ્ક્ત દીધી છે. ગુજરાતમાં ગરમીએ માજા મુકી દીધી છે. ગરમીનો પારો 41ને વટાવી ગયો છે ત્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પણ ગરમી તીવ્ર બની છે. દેશના મોટાભાગના ભાગોમાં માર્ચમાં તાપમાન હવે એપ્રિલના શરૂઆતના મહિનાઓ જેટલું જ ગરમ છે.

Advertisment

માર્ચમાં ગુજરાતમાં ગરમીએ 41 ડિગ્રીની સપાટી વટાવી

માર્ચ મહિનો હજી અડધો થવા આવ્યો છે ત્યાં રાજ્યમાં ગરમીનો પારો એકદમ ઉચકાયો છે. હવામાન વિભાગ પ્રમાણે મહત્તમ તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. 41.6 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. 

આ ઉપરાંત અમદાવાદમાં 41.2 ડિગ્રી, ડિસામાં 41.1 ડિગ્રી, કંડલા પોર્ટમાં 41.4 ડિગ્રી અને રાજકોટમાં 41.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત હવામાન વિભાગે મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

ગુજરાતમાં આજે ક્યાં હીટવેવની આગાહી?

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતમાં હીટવેવની આગાહી કરી છે. 

Advertisment

આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ હીટવેવની આગાહી કરી છે.

દિલ્હીમાં હવામાન કેવું રહેશે?

રાજધાની દિલ્હીમાં હવામાન બદલાયું છે. દરેક નવો દિવસ પાછલા દિવસ કરતા વધુ ગરમ થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે લોકોએ પહેલાથી જ પોતાના ઘરોમાં પંખા અને એસીનો ઉપયોગ શરૂ કરી દીધો છે. 

દરમિયાન હવામાન વિભાગે આકાશમાં હળવા વાદળોની આગાહી કરી છે. મંગળવારે મહત્તમ તાપમાન 35°C થી 37°C અને લઘુત્તમ તાપમાન 18°C ​​થી 20°C રહેવાની ધારણા છે.

ઉત્તર પ્રદેશ અને બિહારમાં હવામાન કેવું રહેશે?

આગામી દિવસોમાં ઉત્તર પ્રદેશમાં તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી સેલ્સિયસ વધુ રહેવાની ધારણા છે. આ સમય દરમિયાન પવન મધ્યમ ગતિએ ફૂંકાશે. દરમિયાન બિહારના મોટાભાગના ભાગોમાં ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. 

હવામાન વિભાગે 10 અને 11 તારીખે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં હવામાન કેવું રહેશે?

રાજસ્થાનમાં ગરમીએ તબાહી મચાવવાની શરૂ કરી દીધી છે. પરિસ્થિતિ એવી છે કે લોકોએ પોતાના ઘરોમાં પંખા વાપરવાનું શરૂ કરી દીધું છે અને ઠંડા પાણી, ઠંડા પીણા, લસ્સી અને શેરડીનો રસ પણ પસંદ કરવાનું શરૂ કરી દીધું છે. 

10 માર્ચે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ગરમીની સ્થિતિ વિકસી શકે છે. આગામી થોડા દિવસો સુધી તાપમાન સામાન્ય કરતા વધારે રહેવાની ધારણા છે.

પશ્ચિમ બંગાળમાં હવામાન કેવું રહેશે?

આજે 10 માર્ચે પશ્ચિમ બંગાળમાં હવામાન બદલાઈ શકે છે અને આગામી દિવસોમાં હવામાન એવું જ રહેવાની ધારણા છે. હવામાન વિભાગ અનુસાર દાર્જિલિંગ, જલપાઈગુડી અને ઉત્તર દિનાજપુર માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ- સુરતમાં બે વિદ્યાર્થિનીઓએ ChatGPT નો ઉપયોગ કરીને મંદિરમાં આત્મહત્યા કરી, એલોન મસ્કે આપી પ્રતિક્રિયા

આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ખેડૂતોને બહારની પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપવામાં આવી છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ