Gujarat weather winter news, IMD forecast : ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહ્યું છે. ઠંડા પવનોના કારણે ગુજરાતના લોકો હાડથીજવતી ઠંડીમાં ઠુંઠવાયા હતા. ગુજરાતમાં હજી પણ ઠંડી રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિય નોંધાયું હતું. આમ નલિયા ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે ઓખા 17.5 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ઉત્તર ભારતમાં પણ 26 જાન્યુઆરી સુધી હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ઠંડા પવનોથી લોકો ઠુંઠવાયા, ગાઢ ધુમ્મસથી વાહન ચાલકો પરેશાન
ગુજરાતમાં ઠંડીનો માર પડી રહ્યો છે ત્યારે બુધવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. જેના પગલે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. ગુજરાતમાં નલિયામાં લઘુત્તમ તાપમાન 6.2 ડિગ્રી સેલ્સિય સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે ઓખા 17.5 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. મંગળવારે ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં સરેરાશ તાપમાન 10થી 12 સેલ્સિયસ તાપમાન સુધી નોંધાયું હતું.
ગુજરાતમાં મંગળવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 25.0 | 10.0 |
ડીસા | 23.0 | 11.2 |
ગાંધીનગર | 24.5 | 10.7 |
વલ્લભ વિદ્યાનગર | 24.0 | 09.7 |
વડોદરા | 26.0 | 11.6 |
સુરત | 26.0 | 14.0 |
વલસાડ | 26.0 | 13.5 |
દમણ | 24.4 | 13.4 |
ભુજ | 23.6 | 10.4 |
નલિયા | 22.8 | 06.2 |
કંડલા પોર્ટ | 23.7 | 11.9 |
કંડલા એરપોર્ટ | 23.8 | 10.6 |
ભાવનગર | 25.7 | 13.0 |
દ્વારકા | 23.6 | 14.9 |
ઓખા | 22.2 | 17.5 |
પોરબંદર | 25.0 | 10.8 |
રાજકોટ | 25.1 | 10.0 |
વેરાવળ | 25.1 | 12.6 |
દીવ | 26.7 | 11.8 |
સુરેન્દ્રનગર | 24.1 | 11.5 |
મહુવા | 26.8 | 11.9 |
શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગે જણાવ્યું હતું કે તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 26 જાન્યુઆરીની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર 26 જાન્યુઆરી, 2023 દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરે તેવી સંભાવના છે.
આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
હવામાન વિભાગ પ્રમાણે 26 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના ભાગો અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે.
જેનાથી શીત લહેરોની સ્થિતિમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે પાલમમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી પર પહોંચી ગયું છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના ભાગોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું.