Gujarat rain forecast : આજનો દિવસ સાબરકાંઠા માટે ભારે, 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજ માટે સાબરકાંઠા માટે ભારે ગણાવ્યો છે. સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવામાન વિભાગે આજ માટે સાબરકાંઠા માટે ભારે ગણાવ્યો છે. સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat heavy rain alert

ગુજરાત ભારે વરસાદ એલર્ટ - photo- unsplash

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતના માથા ઉપર વરસાદની જોરદાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે મેઘાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજ માટે સાબરકાંઠા માટે ભારે ગણાવ્યો છે. સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

Advertisment

રાજ્યના 8 જિલ્લાઓમાં અત્યંતભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે સોમવારના દિવસે સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગ રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતના 13 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે સોમવાર માટે ગુજરાતના 13 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં પાટણ, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, મહિસાગર, ડાંગ, નવસારી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને બોટાદમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- સાબરમતી નદીમાં પૂર જેવી સ્થિતિ, રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા; જુઓ વરસાદી આફતનો વીડિયો

Advertisment

આ જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત