Gujarat Rain forecast Today : ગુજરાતમાં વરસાદની જમાવટ: આજે રાજ્યના 13 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : રાજ્યમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે જોકે, ક્યાં ક્યાં અતિ ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : રાજ્યમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે જોકે, ક્યાં ક્યાં અતિ ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી - photo IMD - X

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં વરસાદે જમાવટ કરી છે. બનાસકાંઠાથી લઈને વલસાડ સુધી વરસાદે રમઝટ બોલાવી છે. રાજ્યમાં ભારે વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે જોકે, ક્યાં ક્યાં અતિ ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે સપ્તાહના પહેલા દિવસની અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

બનાસકાંઠા, પાટણ સહિત 13 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે 7 જુલાઈ 2025, સોમવારના દિવસની ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ તેમજ દક્ષિણ ગુજારતના ભરૂચ, સુરત, ડાંગ, તાપી,નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવગનર અને ક્છમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, મહેસાણા, ગાંધીનગર, વડોદરા, નર્મદા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આ વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ-ગુજરાતમાં મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો, આવક ₹9,000 કરોડને પાર

Advertisment

મંગળવારે પણ આ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે મંગળવારના દિવસે નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત મંગળવારે સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાડ પડશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત