Gujarat Weather : ગુજરાતમાં ફરી મેઘાની મહેર શરૂ, આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, વરસાદનું ઓરેન્જ એલર્ટ

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી - IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં થોડા દિવસનો આરામ કર્યા બાદ મેઘ રાજાએ ફરી આળસ મરડી છે. રાજ્યમાં ફરીથી વરસાદ પડવાનો શરૂ થયો છે. રાજ્યના 100 કરતા વધારે તાલુકામાં વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે સૌરાષ્ટ્રના જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

અહીં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે સોમવારના દિવસે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, ગીર સોમનાથ,દીવ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ પણ વાંચોઃ-સામૂહિક આત્મહત્યાથી બગોદરા ગામમાં હડકંપ, એક જ પરિવારના 5 લોકોએ જીવન ટુંકાવ્યું

આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છના હળવાથી મધ્ય વરસાદની આગાહી કરી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત