Gujarat Rain forecast : ગુજરાતમાં વરસાદ ધીમો પડ્યો, આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : આજે બુધવારના દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : આજે બુધવારના દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં વરસાદી મોસમ જામેલી છે. જોકે, મંગળવારના દિવસે ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી હતી. ગુજરાતના 70 કરતા પણ ઓછા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, આજે બુધવારના દિવસ માટે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

Advertisment

ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે બુધવારના દિવસે ગુજરાતના 10 જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આજ વિસ્તારોમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લી તેમજ ગાંધીનગર,અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ-શૌચાલયમાં બેસીને સુનાવણીમાં જોડાયો હતો વ્યક્તિ, હવે ગુજરાત હાઈકોર્ટે ફટકાર્યો મસમોટો દંડ

Advertisment

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વીજળી પવન સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત