Gujarat Weather : ગુજરાતમાં મેઘરાજાએ આળસ મરડી! રાજ્યના 5 જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ- photo-IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: થોડા દિવસથી વિરામ બાદ મેઘરાજાએ આળસ મરડી છે. શુક્રવારે દિવસ દરમિયાન 30 તાલુકામાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં વરસાદ પડવાનો વિસ્તાર વધ્યો છે જોકે, વરસાદ પડવાની માત્રા હજી દોઢ ઈંચ સુધી જ પહોંચી છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

Advertisment

આજે 5 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ

હવામાન વિભાગે આજે ગુજરાતના 5 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર અને કચ્છમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

આજે ક્યાં પડશે હળવાથી મધ્યમ વરસાદ?

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ-કલોલ: છત્રાલ બ્રિજ નીચે મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કરનાર રિક્ષા ડ્રાઇવર ઝડપાયો, જાણો શું હતો વિવાદ?

Advertisment

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યાત છે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત