Gujarat Rain forecast Today : ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, કચ્છ-સૌરાષ્ટ્રના અતિ ભારે વરસાદની આગાહી

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ :આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ :આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
આજનું હવામન ગુજરાત વરસાદ

Gujarat Rain forecast Today - આજનું હવામન ગુજરાત વરસાદ photo- IMD - IANS

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદની સીસ્ટમ સક્રિય થઈ છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી છે. ગુરુવારને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, અને સારબકાંઠામાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદે ધાનેરા, ડીસા અને આબુ હાઈવે ઉપર જળબંબાકાર કરી મુક્યું હતું. જોકે, આજે શુક્રવારે પણ ઉત્તર ગુજરાતના ચાર અને કચ્છ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ મહેસાણામાં આજે પડશે અતિ ભારે વરસાદ

વરસાદની માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શુક્રવાર માટે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડે છે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, દ્વારકામાં પણ અતિ ભારે વરસાદ પડશે.

આજે આ વિસ્તારોમાં વરસાદનું યલો એલર્ટ જાહેર

હવામાન વિભાગે આજે 4 જુલાઈ 2025, શુક્રવારના દિવસ માટે ગાંધીનગર, અરવલ્લી, મહિસાગ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં 5 દિવસ ક્યાં ઓરેન્જ એલર્ટ

  • 4 જુલાઈ 2025 - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, રાજકોટ, જામનગર
  • 6 જુલાઈ 2025 - સાબરકાંઠા અને અરવલ્લી
  • 7 જુલાઈ 2025 -બનાકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી
  • 8 જુલાઈ 2025 - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
  • 9 જુલાઈ 2025 - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
Advertisment
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત