Gujarat rain forecast : આજે દાહોદમાં મેઘો ભુક્કા બોલાવશે, 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update

દાહોદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારે મેઘો મહેરબાન થયો હતો. અત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે ત્યારે હવામાન વિભાગે દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

આજે દાહોદમાં ભુકા બોલાવશે વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે મંગળવારના દિવસે દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દાહોદ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

14 જિલ્લાઓણાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે 29 જુલાઈ 2025 માટે 14 જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા,સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચોઃ- અમેરિકામાં જુગારધામ ચલાવી રહ્યા હતા 9 ગુજરાતી, 70 કરોડના ગેરકાયદે વેપારનો ભાંડો ફૂટ્યો

Advertisment

અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે મંગળવારે અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત