Gujarat Rain forecast Today : આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે શું કરી આગાહી?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે બુધવાર માટે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે બુધવાર માટે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી - photo- IMD and X

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસુ એકદમ જામી ગયું છે. અત્યાર સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી ચૂક્યો છું.દરરોજ 150થી વધારે જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે બુધવાર માટે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

દક્ષિણ ગુજરાતમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ફરીથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આજે બુધવારના દિવસે નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. મંગળવારના દિવસે તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો.

9 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ-VIDEO: કચ્છના દરિયામાં તણાયેલા ઊંટ તરીને દ્વારકા પહોંચ્યા, એશિયાની એક માત્ર પાણીમાં તરતી ઊંટની પ્રજાતિ

Advertisment

ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદ પડશે. ખેડા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર,વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત