Gujarat rain forecast : ગુજરાતમાં વરસાદ જામ્યો !આજે 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો ક્યાં ક્યાં માત્ર હાજરી પુરાવે છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો ક્યાં ક્યાં માત્ર હાજરી પુરાવે છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain forecast Today

ગુજરાત વરસાદ, આજની આગાહી- Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતના માથે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. જેના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો ક્યાં ક્યાં માત્ર હાજરી પુરાવે છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે રાજ્યના 5 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

5 જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવાર માટે રાજ્યના 5 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું હતું. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું હતું.

અહીં પડશે છૂટો છવાયો વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે.

Advertisment

આ ઉપરાંતવડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- ચંદ્ર ગ્રહણ 2025: બ્લડ મૂન જોવા ગુજરાત સરકારનું વિશેષ આયોજન, અહીં જાણો તમામ વિગત

બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

7 સપ્ટેમ્બર 2025ના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા
8 સપ્ટેમ્બર 2025ના રોજ કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત