Gujarat Rain forecast : ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં આજે પડશે ભારેથી અતિ ભારે વરસાદ

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાતમાં ત્રણ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરીથી સક્રિય થઈ છે. બનાસકાંઠાના દાંતામાં ભારે વરસાદ પડ્યો હતો. રવિવારે 120 કરતા વધારે તાલુકામાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સપ્તાહના પહેલા દિવસે સોમવારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં આજે વરસાદ ભુક્કા બેલાવશે.

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે સોમવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદ પડશે.

આ પણ વાંચોઃ-Ahmedabad plane Crashed Report: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? રિપોર્ટના મહત્વપૂર્ણ મુદ્દાઓ, અત્યાર સુધીનો ઘટનાક્રમ

Advertisment

આ ઉપરાંત હવામાન વિભાગે તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ, દીવ અને કચ્છમાં ભારે વરસાદ પડવાની શક્યતા સેવી છે.

આજથી ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી

  • 14 જુલાઈ 2025- સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર
  • 15 જુલાઈ 2025- સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર
  • 16 જુલાઈ 2025- બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, દાહોદ અને મહિસાગર
  • 17 જુલાઈ 2025- બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત