Gujarat rain forecast : ગુજરાતમાં મેઘો ફરી આરામ મોડમાં, હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અહીં જાણો અમદાવાદનું હવામાન કેવું રહેશે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અહીં જાણો અમદાવાદનું હવામાન કેવું રહેશે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાત અને અમદાવાદનું આજનું હવામાન photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં થોડા દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ મેઘરાજા ફરી આરામ મોડ પર આવી ગયા હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તારમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં સરેરાશ અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે આજે શુક્રવારે સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અહીં જાણો અમદાવાદનું હવામાન કેવું રહેશે.

Advertisment

રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી

હવામાન વિભાગે આજે 1 ઓગસ્ટ 2025, શુક્રવારના દિવસે નહિવત વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે આજે શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંહમહાલ, દાહોદ અને મહિસાગરમાં સામાન્યથી હળવા વરસાદ પડવાની શક્યતા છે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

અમદાવાદમાં કેવું રહેશે આજનું હવામાન?

હવામાનની જાણકારી આપતી વેબસાઈટ પ્રમાણે આજે શુક્રવારે અમદાવાદના આકાશમાં 60 ટકા આસપાસ વાદળો ઘેરાયેલા રહેશે. જોકે, વરસાદ પડવાની શક્યતા એકદમ નહિંવત છે. પવનની ગતિ 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જ્યારે તાપમાનનો પારો 34 ડિગ્રી રહેશે.

Advertisment

જૂન અને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ

દેશમાં ચોમાસાના પહેલા તબક્કા એટલે કે જૂન અને જુલાઈમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો હતો અને કેટલાક રાજ્યો, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર આવ્યું હતું. દેશમાં 1 જૂનથી 31 જુલાઈ સુધીમાં 474.3 મીમી વરસાદ પડ્યો હતો, જે સામાન્ય 445.8 મીમી વરસાદની સરખામણીમાં 6 ટકા વધુ છે.

આ પણ વાંચોઃ-Inidan Railways: તહેવારો દરમિયાન ગુજરાતમાં સ્પેશ્ય ટ્રેનોની જાહેરાત, જાણો કયા સ્ટેશનો પર મળશે સ્ટોપેજ?

ઉત્તરપૂર્વ ભારતમાં આ સતત પાંચમું વર્ષ છે જ્યારે સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં છેલ્લા 30 વર્ષમાં વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત