Gujarat Rain forecast Today : આજે ઉ.ગુજરાતના 2, સૌરાષ્ટ્રના 4, કચ્છ સહિત 11 જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update

ગુજરાતમાં આજની અતિ ભારે વરસાદની આગાહી - photo- IMD- X

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું એકદમ જામી ગયું છે. વરસાદી સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ છે જેના પગલે સમગ્ર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ વરસાદનો કહેર ચાલુ છે. રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. જેના કારણે લોકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવાર માટે ફરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

Advertisment

ગુજરાતના 11 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

ચોમાસાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે આજે ગુજરાતના 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ આપ્યું છે. હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update
આજની વરસાદની આગાહી-photo- IMD

ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં આજે પડશે ભારે વરસાદ

હવામાન વિભાગે આજે 4 જુલાઈ 2025, શનિવારના દિવસે ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, મહિસાગર,વડોદરા,છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદમાં ભાર વરસાદ પડશે. તેમજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, તાપી, નવસારી,તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારે વરસાદ પડશે.

આ પણ વાંચો: ગુજરાતમાં મહિલા દૂધ મંડળીઓની વાર્ષિક આવકમાં 43%નો નોંધપાત્ર વધારો

Advertisment

આજથી ચાર દિવસ ક્યા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

  • 5 જુલાઈ 2025 - બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા
  • 6 જુલાઈ 2025 - સાબરકાંઠા અને અરવલ્લી
  • 7 જુલાઈ 2025 - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હેવીલ
  • 8 જુલાઈ 2025 - નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
આજનું હવામાન અપડેટ ગુજરાત ચોમાસું વરસાદ