Gujarat Rain forecast : ઉત્તર ગુજરાતના બે સહિત રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, ક્યાં પડશે ભારે વરસાદ?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક એમ કુલ ત્રણ તાલુકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક એમ કુલ ત્રણ તાલુકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain forecast Today

આજનું હવામાન, ગુજરાતમાં વરસાદની આગાહી - IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચામાસું જામી ગયું છે. દરરોજ ક્યાંકના ક્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે સોમવારે સવારે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં બે કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે રાજ્યમાં 100 તાલુકાની આસપાસ વરસાદ નોંધાયો હતો. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બે અને મધ્ય ગુજરાતના એક એમ કુલ ત્રણ તાલુકામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

Advertisment

સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગરમાં અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચામાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે આજે મંગળવારે બનાસકાંઠા, મહેસાણા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અરવલ્લી અને ભાવગરમાં અતિ ભારે વરસાદ પડશે.

Gujarat Rain forecast Today
-

આ પણ વાંચોઃ- કેવી રીતે ‘હોંગકોંગથી દુબઈ જઈ રહેલ’ શિપિંગ કન્ટેનર ગુજરાતના દરિયાકાંઠે પહોંચી ગયું

Advertisment

ક્યાં પડશે હળવાથી ભારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ પડશે.

વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત