Gujarat Weather : આજે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી, અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં અત્યારના સમયે વરસાદમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે જોકે, શુક્રવારે બપોર પછી દક્ષિણ ગુજરાતના વલસાડમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. વલસાડના કપરાડામાં 6 ઈંચ કરતા પણ વધારે વરસાદ નોંધાયો હતો. જોકે, હવામાન વિભાગે આજે શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે.

Advertisment

વલસાડ, નવસારી સહિત 5 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ પ્રમાણે આજે શનિવારે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

ગુજરાતમાં અહીં પડશે હળવાથી મધ્યમ વરસાદ

હવામાન વિભાગ પ્રમાણની આગાહી પ્રમાણે આજે શનિવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપીમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ,પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

Advertisment

આ પણ વાંચોઃ- Crime story : ટ્રેનમાં 18 થી 31 વર્ષની 56 યુવતીના હાથ પર એક સરખા સ્ટેમ્પ, શું છે આખી ચોંકાવનારી ઘટના?

આજે અમદાવાદમાં કેવો રહેશે વરસાદ?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે અમદાવાદના આકાશમાં 96 ટકા સુધી વાદળો છવાયેલા રહેશે. જોકે, અમદાવાદમાં એકદમ સામાન્ય વરસાદની આગાહી છે. આજે આશરે 2.9 એમએમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં 13 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે.

વેધર ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત