Gujarat Rain forecast : ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, આજે રાજ્યમાં સામાન્ય વરસાદ પડશે, IMDની આગાહી

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વામાન વિભાગે આજે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : વામાન વિભાગે આજે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નરમ પડ્યો છે. ગુજરાતમાં વરસાદ પડવાનું ક્ષેત્ર ઘટ્યું છે. રાજ્યમાં વરસાદ પડવાની તાલુકાની સંખ્યામાં ઘટાડો થયો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે.

Advertisment

આ વિસ્તારોમા ગાજવીજ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણએ આજે 11 જુલાઈ 2025, શુક્રવારના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં સામાન્ય વરસાદ પડશે.

આ ઉપરાંત ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ 30-40 કિમી ઝડપ સાથે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે.

હવામાન વિભાગે સોરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

આ પણ વાંચોઃ- Gambhira Bridge Collapse : હકની વાત! ગંભીરા પુલ દુર્ઘટના પહેલા યુટ્યુબરે તંત્રને ચેતવ્યું હતું છતાં…

ગુજરાતમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ પડશે

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 30-40 કિમી ઝડપે પવન ફૂંકાશે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ સેવી છે.

આજનું હવામાન અપડેટ ગુજરાત ચોમાસું વરસાદ વેધર ન્યૂઝ