Gujarat Weather : ગુજરાતમાં વરસાદની ગતિ એકદમ ધીમી પડી, આજે ક્યાં પડશે વરસાદ?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : બુધવારના દિવસે અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. વરસાદની આવી સ્થિતિ વચ્ચે હાવમાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : બુધવારના દિવસે અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. વરસાદની આવી સ્થિતિ વચ્ચે હાવમાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી photo- IMD

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં બે દિવસથી વરસાદની સિસ્ટમ નબળી પડી હોય એવું લાગી રહ્યું છે. બુધવારે આખો દિવસ માત્ર 10 તાલુકા કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો. આ વિસ્તારોમાં અડધો ઈંચ પણ વરસાદ પડ્યો નથી. વરસાદની આવી સ્થિતિ વચ્ચે હાવમાન વિભાગે આજે રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

Advertisment

આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે શક્યતા શેવી છે.

આ પણ વાંચોઃ-સુરતમાં ખાડા અને ટ્રાફિક જામ સામે AI ટેક્નોલોજીનો અદભૂત ઉપયોગ, જાણો કેવી રીતે કરે છે કામ

Advertisment

બુધવારે અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે બુધવારે દિવસ દરમિયાન 10થી ઓછા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વરસાદની માત્રાની વાત કરીએ તો અહીં અડધા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત