Gujarat Rain forecast Today : આજે ગુજરાતના 6 જિલ્લામાં પડશે અતિ ભારે વરસાદ, ત્રણ સિસ્ટમ સક્રિય

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે મંગળવારના રોજ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: હવે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે મંગળવારના રોજ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય, અતિ ભારે વરસાદની આગાહી - photo-IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે અને જામતું જાય છે. રાજ્યમાં દરરોજ વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે તો ક્યા હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતાં વધારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે મંગળવારના રોજ મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisment

આજે 6 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે

હવામાન વિભાગે આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે આણંદ, પંચમહાલ, નવસારી, વલાડ અને દમણ તેમજ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે.

આજે ક્યાં પડશે ભારે વરસાદ?

હવામાન વિભાગ પ્રમાણે આજે અરવલ્લી, મહિસાગર, દાહો, છોટા ઉદેપુર, વડોદરા, ખેડા, ડાંગ અને તાપી તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, જામનગર, પોરબંદર, દેવભૂમી દ્વારકામાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી સાત દિવસ સુધી વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે. આગામી સાત દિવસ સુધી વરસાદની પણ શક્યતા છે.

Advertisment

આ પણ વાંચો: ડાંગ ખાતે પ્રવાસીઓ ધોધના જોરદાર પ્રવાહમાં ફસાયા, માનવસાંકળ બનાવીને બચાવ્યો જીવ

હવામાન વિભાગે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છ, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજનું હવામાન અપડેટ ગુજરાત ચોમાસું વરસાદ