Gujarat Weather : ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો', આજે ક્યાં કેટલો વરસાદ પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે શુક્રવાર માટે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 30-40 કિમી પવન ગતિ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : હવામાન વિભાગે આજે શુક્રવાર માટે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 30-40 કિમી પવન ગતિ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat rain today forecast

ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો - photo- IMD and IEgujarati

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી વરસાદમાં મંદી આવી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ધીમે ધીમે વરસાદમાં ઘટાડો થતો જાય છે. ગુરુવારના દિવસે આખા દિવસ દરમિયાન માત્ર 6 જ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે માત્ર પોણા ઈંચ જેટલો જ નોંધાયો હતો. જોકે, હવામાન વિભાગે આજે શુક્રવાર માટે વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 30-40 કિમી પવન ગતિ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી.

Advertisment

આ વિસ્તારોમાં પવન અને વીજળી સાથે વરસાદ પડશે

હવામાન વિભાગ પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની હવામાન વિભાગે શક્યતા શેવી છે.

આ પણ વાંચોઃ- ગુજરાતની વિરાસત હોલીવુડ સુધી પહોંચી: બ્રાડ પિટે પહેર્યું ટાંગલિયા શર્ટ, જાણો ઝાલાવાડની આ કળાની વિશેષતા

Advertisment

ગુરુવારે 6 તાલુકામાં પોણો ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુરુવારે દિવસ દરમિયાન 10થી ઓછા તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વરસાદની માત્રાની વાત કરીએ તો અહીં પોણા ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત