Gujarat Rain forecast : ગુજરાતમાં વરસાદ નરમ પડ્યો, આજે ક્યાં પડશે ભારે વરસાદ, IMD એ શું કરી આગાહી?

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : બે દિવસથી વરસાદ પડવાનો વિસ્તાર અને માત્ર બંનેમાં ઘટાડો નોંધાયો છે. જોકે, હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આજની ગુજરાતમાં વરસાદની આગાહી, હવામાન અપડેટ : બે દિવસથી વરસાદ પડવાનો વિસ્તાર અને માત્ર બંનેમાં ઘટાડો નોંધાયો છે. જોકે, હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે ગુજરાતના 9 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડશે - photo- IMD

Aaj Nu Havaman, Gujarat Rain Forecast Update: ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. અત્યાર સુધી વરસાદે જમાવટ કરી હતી. જોકે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. એક સમયે ગણ્યા ગાંઠ્યા તાલુકાને છોડીને સમગ્ર ગુજરાતમાં વરસાદ પડતો હતો. જોકે, બે દિવસથી વરસાદ પડવાનો વિસ્તાર અને માત્ર બંનેમાં ઘટાડો નોંધાયો છે. જોકે, હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં પડશે ભારે વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે ગુરુવારના દિવસે ભારે વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે.

આજે આ વિસ્તારમાં ગાજવીજ સાથે પડશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી ઉપરાંત મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, મહિસાગર પંચમહાલ, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- ગંભીરા પુલ તૂટ્યાની ઘટના બાદ ગુજરાત CMની પોસ્ટ પર યુઝર્સે કહ્યું- બાકીના પડી જાય ત્યાં સુધી રાહ જોવાની…

Advertisment

આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ,જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં ગાજવજ સાથે વરસાદ પડશે.

સાત દિવસ ભારે વરસાદની આગાહી

  • 10 જુલાઈ 2025- ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
  • 11 જુલાઈ 2025- નવસારી,વલસાડ, દમણ, દાદરા નગરહવેલી
  • 12 જુલાઈ 2025- નવસારી,વલસાડ, દમણ, દાદરા નગરહવેલી
  • 13 જુલાઈ 2025- દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
  • 14 જુલાઈ 2025- અરવલ્લી, દાહોદ, મહિસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર
  • 15 જુલાઈ 2025- બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહિસાગર
  • 16 જુલાઈ 2025-બનાસકાંઠા અને સાબરકાંઠા
વેધર ન્યૂઝ ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત