Today's Gujarat Weather: ગુજરાતમાં બેવડું હવામાન, અમદાવાદમાં સવારથી વાતાવરણમાં પલટો, આજની આગાહી

Gujarat Today Weather Forecast Update: રાજ્યમાં બેવડું હવામાન ચાલી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી પડે છે તો સાંજના સમયે વાતાવરણમાં બદલાય છે ઠંડો પવન ફૂંકાવવા લાગે છે. જેના પગલે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.

Gujarat Today Weather Forecast Update: રાજ્યમાં બેવડું હવામાન ચાલી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી પડે છે તો સાંજના સમયે વાતાવરણમાં બદલાય છે ઠંડો પવન ફૂંકાવવા લાગે છે. જેના પગલે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
today weather imd forecast in gujarat

ગુજરાત આજનું હવામાન આગાહી - Photo by IEGujarati

IMD Gujarat Weather Forecast update Today, ગુજરાત આજનું હવામાન : ગુજરાતમાં ઉનાળો હવે એકદમ અંત પર આવી ગયો છે. બીજી તરફ રાજ્યમાં બેવડું હવામાન ચાલી રહ્યું છે. દિવસ દરમિયાન ગરમી પડે છે તો સાંજના સમયે વાતાવરણમાં બદલાય છે ઠંડો પવન ફૂંકાવવા લાગે છે. જેના પગલે લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ ગુજરાતમાં આજે મંગળવારે વરસાદની આગાહી છે. બીજી તરફ ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે.

Advertisment

અમદાવાદમાં આજે સવારથી વાતાવરણમાં પલટો

ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમન વચ્ચે રાજ્યમાં બેવડું હવામાન જોવા મળે છે. આજે મંગળવારે વહેલી સવારે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

આજે ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગે આજે મંગળવારની વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની શક્યતાઓ સેવી.

Advertisment

રાજ્યમાં મહત્તમ તાપમાન ફરી 40 ડિગ્રી નજીક પહોંચ્યું

ઉનાળો અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. રાજ્યમાં 32.6 ડિગ્રીથી લઈને 39.5 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયો હતો. 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં પણ ગરમી વધીને 39.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.1 28.0
ડીસા37.5 28.0
ગાંધીનગર37.6 26.0
વિદ્યાનગર38.9 27.6
વડોદરા36.4 28.2
સુરત34.0 29.0
વલસાડ
દમણ34.4 27.0
ભૂજ36.7 28.0
નલિયા36.0 29.2
કંડલા પોર્ટ36.7 29.0
કંડલા એરપોર્ટ38.6 28.6
અમરેલી36.3 25.6
ભાવનગર38.6 28.2
દ્વારકા34.6 29.1
ઓખા34.7 29.4
પોરબંદર34.6 28.5
રાજકોટ38.8 26.9
વેરાવળ32.6 29.3
દીવ33.7 29.0
સુરેન્દ્રનગર39.5 29.0
મહુવા33.6 27.9
કેશોદ35.7 28.5

ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે?

દેશમાં દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું સમય પહેલા આવી ગયું છે. ચોમાસું હવે કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પહોંચી ગયું છે. પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ, થોડા દિવસો પહેલા અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી. હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી. તેથી આગામી એક કે બે દિવસમાં વર્તમાન સિસ્ટમ નિષ્ક્રિય થતાંની સાથે જ ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે. પરિણામે ગુજરાતમાં ચોમાસાનું આગમન પણ મોડું થશે.

આ પણ વાંચોઃ- અમદાવાદ: ઓપરેશન બાદ વ્યક્તિએ આંખ ગુમાવી! પીડિતે કહ્યું- આંખ ગુમાવ્યા બાદ પત્ની છોડી ગઈ, પોલીસ FIR લેતી નથી

હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલો વરસાદ પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિનો ભાગ છે. આ પૂર્વ-ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં, વાતાવરણ ધીમે-ધીમે ખુલશે અને સૂર્ય ઉગવાની સાથે તાપમાન પણ વધશે. તેથી આપણે હજુ પણ દક્ષિણ પશ્ચિમ ચોમાસા માટે લાંબો સમય રાહ જોવી પડશે.

ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત