Gujarat rain forecast : નવરાત્રી વચ્ચે ગુજરાતમાં હવામાન વિભાગે કરી નવી આગાહી, આજે અમદાવાદનું હવામાન કેવું રહેશે?

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આજે અને કાલ શનિવાર સુધી રાજ્યમાં વરસાદ એકદમ ધીમો એટલે કે ક્યાંક ક્યાંક છૂટો છવાયો પડશે. જોકે, શનિવાર બાદ વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: આજે અને કાલ શનિવાર સુધી રાજ્યમાં વરસાદ એકદમ ધીમો એટલે કે ક્યાંક ક્યાંક છૂટો છવાયો પડશે. જોકે, શનિવાર બાદ વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે.

author-image
Ankit Patel
New Update
Gujarat Rain Today Weather Forecast Update

આજે દક્ષિણ ગુજરાતમાં પડશે અતિ ભારે વરસાદ - Express photo

Aaj Nu Havaman, Gujarat weather Rain Forecast Update: ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ધમધોકાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ વરસાદ પણ ક્યાં ક્યાં વિઘ્ન ઊભું કરી રહ્યો છે. જોકે, બે દિવસથી વરસાદ ધીમો પડ્યો છે. આજે અને કાલ શનિવાર સુધી રાજ્યમાં વરસાદ એકદમ ધીમો એટલે કે ક્યાંક ક્યાંક છૂટો છવાયો પડશે. જોકે, શનિવાર બાદ વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવશે.

Advertisment

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

શનિવાર માટે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે શનિવાર, 27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ- ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત

Advertisment

અમદાવાદમાં આજે કેવું રહેશે હવામાન?

હવામાનની માહિતી આપતી વેબસાઈટ પ્રમાણે આજે 26 સપ્ટેમ્બર 2025, શુક્રવારના દિવસે અમદાવાદના આકાશમાં 28 ટકા વાદળો ઘેરાયેલા રહેશે. જોકે, આજે અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. અમદાવાદમાં પવનની ગતિ 9 કિલોમીટર પ્રતિ કિલોમીટર રહેશે.

navratri આજનું હવામાન અપડેટ ગુજરાત વરસાદ વેધર ન્યૂઝ