Gujarat Today Weather, Aaj Nu Havaman : ગુજરાતમાં છેવટે વરસાદે વિદાય લીધી છે. છૂટા છવાયા વરસાદની આગાહી વચ્ચે હવે રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. આનો મતલબ એ થયો કે હવે ગુજરાતમાંથી વરસાદની વિદાય લીધી છે. ચોમાસાની વિદાય અને શિયાળાની શરુઆતના તબક્કામાં અત્યારે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદની વિદાય
ગુજરાતમાં વરસાદે વિદાય લીધી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા રિપોર્ટ પ્રમાણે 8 ઓક્ટોબર 2025, બુધવારના દિવસે ગુજરાતમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. આમ ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ હોય એવું માની શકાય.
રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ
ગુજરામાં અંતે ચોમાસાએ વિદાય લીધી છે. જ્યારે શિયાળો પણ નજીક આવીને ઊભો છે. આવી સ્થિતિ વચ્ચે અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે બપોરમાં ગરમીનો વર્તાય છે. આવી સ્થિતિમાં શરદી ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
આજનું હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 9 ઓક્ટોબર 2025, ગુરુવારના દિવસે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં જોવા મળે. આજે રાજ્યમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુતમ તાપમાન 24 ડિગ્રી નોંધાશે. જોકે,આગામી ત્રણ દિવસમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થઈ શકે છે.
દેશમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગે શુક્રવાર સુધી દિલ્હી-NCR, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં વરસાદ અને જોરદાર, તોફાની પવનોની આગાહી કરી છે. આ ઠંડા પવનો વાતાવરણમાં ઠંડી લાવશે. જેનાથી સવાર અને સાંજે હળવો શિયાળાનો અનુભવ થશે. જો હવામાન આવું જ રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાત સરકારની કર્મચારીઓની ભેટ, કેન્દ્ર બરાબર આપ્યું DA; 9 લાખથી વધુ લોકોને થશે ફાયદો
તો લોકોએ દિવાળી સુધી તેમના એસી અને કુલર બંધ કરવા પડી શકે છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.