Gujarat Rain Today: ભરચોમાસે ગુજરાત કોરું ધાકોર, 24 કલાકમાં 6 તાલુકામાં છૂટોછવાયો વરસાદ

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં 6 તાલુકાને બાદ કરતા આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું હતું. આ છ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ રહ્યો હતો.

Gujarat Rain Weather Forecast Update Today in Gujarati: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં 6 તાલુકાને બાદ કરતા આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું હતું. આ છ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ રહ્યો હતો.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat remains dry during monsoon scattered Rainfall

ભરચોમાસે ગુજરાત કોરું ધાકોર- Express photo

Aaj Nu Havaman, Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું અડધે આવીને ઊભું છે ત્યારે રાજ્યમાં મેઘરાજા આરામ મોડ ઉપર આવી ગયા છે. ગુજરાતમાં દિવસેને દિવસે વરસાદ ઓછો થતો જાય છે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે રાજ્યમાં નામમાત્ર વરસાદ પડે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદની વાત કરીએ તો 24 કલાકમાં 6 તાલુકાને બાદ કરતા આખું ગુજરાત કોરું ધાકોર રહ્યું હતું. આ છ તાલુકામાં પણ છૂટોછવાયો વરસાદ રહ્યો હતો.

Advertisment

ચોમાસા વચ્ચે ગુજરાત કોરું

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 7 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યાથી લઈને 8 ઓગસ્ટ 2025 સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં રાજ્યના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લાના વાપીમાં 0.35 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ તાલુકાને બાદ કરતા આખું ગુજરાત કોરુ ધારોક રહ્યું હતું.

Rain, વરસાદ
Gujarat Rain : ગુજરાતમાં વરસાદ (Express Photo/Gajendra Yadav)

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો

SEOC ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 24 કલાકમાં 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.

જિલ્લોતાલુકોવરસાદ(ઈંચમાં)
વલસાડવાપી0.35
કચ્છમાંડવી0.16
જામનગરજામાનગર0.08
કચ્છગાંધિધામ0.08
કચ્છઅંજાર0.08
છોટા ઉદેપુરનસવાડી0.04
Advertisment

ગુજરાતમાં અહીં પડશે હળવો વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 8 ઓગસ્ટ 2025, શુક્રવારના દિવસે રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ,મહેસાણા, સાબરકાંઠા,અરવલ્લીમાં હળવો વરસાદ પડશે.

આ પણ વાંચોઃ- હેબિયસ કોર્પસ કેસની ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થાય તે પહેલાં જ છોકરીનું મોત; પિતા-કાકાની ધરપકડ

આ ઉપરાંત અમદાવાદા, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરી છે.

તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટા, દીવ અને કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે.

વેધર ન્યૂઝ ચોમાસું વરસાદ ગુજરાત