Gujarat Weather updates, IMD winter forecast : ગુજરાત સહિત દેશમાં ઠંડી વધી રહી છે. ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી જામતી જાય છે. ત્યારે આગામી દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ભારતની વાત કરીએ તો હજી વધારે ઠંડી પડશે. ગુજરાતમાં ગુરુવારે ઠંડીમાં સામાન્ય વધઘટ જોવા મળી હતી. ગુરુવારે 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા સૌથી ગરમ શહેર નોંધાયું હતું.
અમદાવાદમાં બે ડિગ્રી તાપમાન વધ્યું, નલિયામાં 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન
હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે બુધવારની તુલનાએ ગુરુવારે અમદાવાદમાં બે ડિગ્રી લઘુત્તમ તાપમાન વધ્યું હતું. ગુરુવારે અમદાવાદમાં 18.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે બુધવારે 16 ડિગ્રી રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન 10.8 ડિગ્રી નોંધાતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જ્યારે 21.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ગુજરાતમાં 10.8 ડિગ્રીથી લઈને 21.8 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગુરુવારે ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર મહત્તમ લઘુત્તમ અમદાવાદ 28.5 18.1 ડીસા 30.3 16.0 ગાંધીનગર 28.4 16.5 વલ્લભ વિદ્યાનગર 28.9 18.2 વડોદરા 30.8 16.6 સુરત 33.5 18.0 વલસાડ 33.4 17.9 દમણ 29.6 16.8 ભુજ 30.4 14.4 નલિયા 29.6 10.8 કંડલા પોર્ટ 30.0 17.0 કંડલા એરપોર્ટ 30.6 15.7 ભાવનગર 29.2 17.8 દ્વારકા 29.8 17.2 ઓખા 26.9 21.8 પોરબંદર 31.8 16.1 રાજકોટ 31.5 14.3 વેરાવળ 29.8 18.7 દીવ 30.2 17.0 સુરેન્દ્રનગર 30.0 16.0 મહુવા 32.6 15.6
નવા વર્ષના પ્રથમ દિવસે ધુમ્મસ અંગે યલો એલર્ટ
શુક્રવારે પંજાબના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની અપેક્ષા છે. શનિવાર, રવિવાર અને નવા વર્ષના પ્રથમ દિવસે ધુમ્મસને લઈને ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે. IMDએ આગામી ચારથી પાંચ દિવસ સુધી હરિયાણા અને ચંદીગઢના વિવિધ વિસ્તારોમાં ગાઢથી ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ અને હરિયાણા છેલ્લા ઘણા દિવસોથી ગાઢ ધુમ્મસના પ્રકોપનો સામનો કરી રહ્યા છે.
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા આઈએમડી ચંદીગઢના વૈજ્ઞાનિક શવિન્દર સિંહે કહ્યું કે પંજાબ અને હરિયાણામાં આગામી ચારથી પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થશે નહીં, પરંતુ મહત્તમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ગાઢ ધુમ્મસ સિવાય લોકોને દિવસના સમયે ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચોઃ- Today Latest News Live : શુક્રવારના લાઇવ ન્યૂઝ અપડેટ્સ, ગુજરાત સહિત દેશ દુનિયાના તાજા સમાચાર અહીં વાંચો
દિલ્હીમાં કેવું રહેશે હવામાન?
ગુરુવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઓછી વિઝિબિલિટીના કારણે ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો અને દિલ્હી આવતી 22 ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી હતી. IMDએ હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં 31 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી પણ જારી કરી છે.
ધુમ્મસ ક્યાં હતું?
IMD અનુસાર યુપીના કેટલાક સ્થળો અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને ઉત્તર મધ્ય પ્રદેશના દૂરના વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પટિયાલા, અંબાલા, ચંદીગઢ, હરિયાણા, દિલ્હી, પાલમ, બરેલી, લખનૌ, વારાણસી અને ગ્વાલિયરમાં વિઝિબિલિટી 30 મીટરથી ઓછી હતી.